Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Tragedy Others

4.8  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Tragedy Others

ભગવાન ! શું તું પણ ?

ભગવાન ! શું તું પણ ?

1 min
420


અટકે છે શ્વાસોની દુનિયા અચાનક,

મુર્દાઘર જાણે અહીં મેળો થઈ ગયા છે,

ઠંડા કલેજે સાવ લઈ લે છે જિંદગી,

ભગવાન ! શું તું પણ માણસ થઈ ગયો ?


શબોના સહારા ક્યાં શોધ્યા જડે છે !

ચિતાઓના પહેરા ચિતાઓ જ ભરતી,

ખંડણી આ શ્વાસો કેરી વસૂલી રહ્યો,

ભગવાન ! શું તું પણ માણસ થઈ ગયો ?


હમણાં રહે છે મહેફિલો સાવ કોરી,

મધુશાલાનો શરબત દવા થઈ ગયો છે,

હવાના હિસાબો વજનથી વસૂલે,

ભગવાન ! શું તું પણ માણસ થઈ ગયો ?


જીવવાની બક્ષિશ ને મરવાની સજાઓ,

ફરમાવે છે તું મુનસફીની અદાથી,

જેવાની જ સાથે તું તેવો થયો છે !

ભગવાન ! શું તું પણ માણસ થઈ ગયો ?


હકૂમત આ હવાની જે કબ્જે કરીને,

ફરે છે જે જીવલેણ 'યમ' ની અદાથી,

જાણે સાગરીતોને છુટ્ટા મૂક્યા છે,

ભગવાન ! શું તું પણ માણસ થઈ ગયો ?


કોણ કોને રુએ આ માતમના બજારમાં,

મરણની દુકાનો હવે સોંઘી થઈ છે,

એક જીવવાના કાળા બજાર જ કરતો,

ભગવાન ! શું તું પણ માણસ થઈ ગયો ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy