ભગવાન પણ.
ભગવાન પણ.
અઢળક દિવસો સારા જોયા,
કોણે આવો સમય ભાખ્યો હશે,
ભગવાન પણ કેવો થાક્યો હશે,
ત્યારે આવો સમય પાક્યો હશે,
રોજ દીવા, અગરબત્તી, ધૂપ,
છતાંય અંધારામાં રાખ્યો હશે,
જુઓ, ત્રાહિમામ પોકારે માનવી,
નક્કી ધર્મને બાજુમાં નાખ્યો હશે,
ક્યાંક પ્રસાદ તો ક્યાંક માંસ મદિરા,
આમ આવો સ્વાદ પણ ચાખ્યો હશે.