ભગ્ન હૃદયે
ભગ્ન હૃદયે
ભગ્ન હૃદયે તે પાછી ફરી,
પાપાની વ્હાલી દીકરી પરી,
ને સોંપી જાત અગ્નિશિખાઓને....
શું થયું? ને કેમ થયું?
હતા સંસ્કાર અપરંપાર,
કોને દોષ દેવો..?
ઈશ્વરનો ..?? કે કિસ્મતનો ..?
સંસ્કારનો કે કહેવાતા સંસ્કારીઓનો..?
કે દહેજના ભૂખ્યા દાનવોનો..?
માસુમ કુમળી કળીઓ,
મુરઝાય છે અહીં,
વિધાતાને ત્યાં શું,
ખોટ પડી છે દીકરીઓની..!!
તે આમ,આવી રીતે
બોલાવી લે છે દીકરીઓને....!!!
