બહેન..મીઠી વીરડી
બહેન..મીઠી વીરડી


લાગણીથી લખેલી એક વાત મોકલું છું આજે,
પડે ના કદી જીવનમાં એવી રાત મોકલું છું આજે,
અળગું ના રહી શકે કદી પણ તારાથી સુખ,
રક્ષા રૂપે મારાં હૈયાની સોગાત મોકલું છું આજે,
બાળપણની યાદો દૂર ના કરી શકું કદી પણ,
વિતાવેલી એ યાદોની બારાત મોકલું છું આજે,
જીવનસફરમાં બેની તું છે જાણે મીઠી વીરડી,
સમર્પિત કરી શકું, મારી જાત મોકલું છું આજે,
રાખડીનું મૂલ્ય ચૂકવી શકું નહીં, પામર છું,
આશિષરૂપે ખુશીથી મુલાકાત મોકલું છું આજે.