STORYMIRROR

Arjun Gadhiya

Action Inspirational Thriller

3  

Arjun Gadhiya

Action Inspirational Thriller

ભારતના સૈનિકોને ઝાઝી સલામ...

ભારતના સૈનિકોને ઝાઝી સલામ...

1 min
14.6K


હે..એવાં ભારતનાં સૈનિકોને

ઝાઝી ઝાઝી સલામ,

હે એવાં ભારતનાં વીરોને

ઝાઝી ઝાઝી સલામ..


હે..જેણે ફરકાવ્યાં તિરંગા ઊંચા આસમાને,

હે..જેણે કર્યા દેશનાં નામ ઊંચા જગમાં રે,

હે..જેણે દેખાડયાં પરાક્રમ રણ મેદાને રે,

હે..જેણે હંફાવ્યા શત્રુઓને યુદ્ધ મેદાને રે,

હે..એવાં ભારતનાં સૈનિકોને

ઝાઝી ઝાઝી સલામ,

હે..એવાં ભારતનાં વીરોને

ઝાઝી ઝાઝી સલામ..


હે..જેનાં હિમાલયથી ઉંચેરા વિશ્વાસ રે,

હે..જેના દિલમાં સદૈવ ભારત માત રે,

હે..જેણે આપી સદા તકલીફોને માત રે,

હે..જે સદૈવ ફરે લઈ મૃત્યુને સાથ રે,

હે..એવાં ભારતનાં સૈનિકોને

ઝાઝી ઝાઝી સલામ,

હે..એવાં ભારતનાં વીરોને

ઝાઝી ઝાઝી સલામ..


હે..જેણે સમાન ગણ્યા દિવસને રાત રે,

હે..જેણે જોયા ન તાપ, ટાઢ કે વરસાદ રે,

હે..જેણે લોહીથી રંગ્યાં સીમાડા લાલ રે,

હે..જેણે ઝીલ્યા ઘણાં ગોળીઓના વરસાદ રે,

હે..એવાં ભારતનાં સૈનિકોને

ઝાઝી ઝાઝી સલામ,

હે..એવાં ભારતનાં વીરોને

ઝાઝી ઝાઝી સલામ..


હે..જેણે સાંભળ્યા સાદ ભારત માતનાં રે,

હે..જેને લાગ્યા નહિ મોહ ઘર-સંસારનાં રે,

હે..જેણે જીવન કીધાં દેશ સેવાને કાજ રે,

હે..જેનાં અમર રહેતાં સદા બલિદાન રે,

હે..‘અર્જુન’ એવાં સૈનિકોને

ઝાઝી ઝાઝી સલામ,

હે..એવાં ભારતનાં વીરોને

ઝાઝી ઝાઝી સલામ..


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Action