ભાઈની ખુશીઓ માંગે હર શ્વાસે
ભાઈની ખુશીઓ માંગે હર શ્વાસે
આજે આવ્યા પૂનમના અજવાળા,
બહેન બાંધે રાખી, કરવા ભાઈના જીવનમાં અજવાળા,
બહેન બાંધે ભાઈના હાથે રાખડી,
ભાઈના સ્નેહ માટે તરસતી એની આંખડી,
ભાઈના ભાલમાં કરે વિજય તિલક,
દુઆ કરે એવી ભાઈને મળે ખુશીઓનું આખું ફલક,
બેન ના ઉરે હોય છે સદા એક જ આશ,
ભાઈના જીવનમાં રહે સદા સુખનો પ્રકાશ,
માંગે ભાઈનું લાંબુ આયુષ્ય ભગવાન પાસે,
ભાઈની ખુશીઓ માંગે એ હરેક શ્વાસે.
