ભાઈ બેન
ભાઈ બેન
ઈલા તારી કીટ્ટા
કનુ તારી કીટ્ટા
ભાઈ ભાઈ...
ભાઈ ભાઈ...
મારી પાસે લાલ, પીળી, કાળી ઢગલો છે પેન
એકય નૈ આપું તને ભલે તુંં હોય મારી બેન
ભાઈ ભાઈ....
ભાઈ ભાઈ...
મારી પાસે લંચબોક્ષમાં છે ચણા ને ગોળ
લે બેના આઘી જા,ભલે તું કરે ખોટો ડોળ
ભાઈ ભાઈ....
ભાઈ ભાઈ.....
તને રે પજવવામાં મને આવે છે બહુ મજા
પપ્પા પાસે મને તુંં કરાવે છે વારંવાર સજા
ભાઈ ભાઈ....
ભાઈ ભાઈ....
લડુ કે રડાવુ તને તુંં મારી છે લાડલી બેની
લડે નહી એ ભાઈ બેનની પ્રીત કે'વાય શેની ?
ભાઈ ભાઈ...
ભાઈ ભાઈ..
રાખડીની બેના સદા રાખીશ હું તો લાજ
મને મળી લાડલી બેના એનો છે મને નાજ
ભાઈ ભાઈ..
ભાઈ ભાઈ.
