STORYMIRROR

SHEFALI SHAH

Tragedy

4  

SHEFALI SHAH

Tragedy

બેની ચાલી સાસરિયે

બેની ચાલી સાસરિયે

1 min
532

પિયરને છોડી પાછળ આજ બેની ચાલી સાસરિયે,

મૂકી પિયરની માયા આજ લાડલી ચાલી સાસરિયે.


સખી-સહિયર, ગલી- કૂંચી ને રમતી'તી જ્યાં એ શેરી,

છોડીને બધે પોતાની અમીટ છાપ બેની ચાલી સાસરિયે.


પારકાને પોતાના કરવાની જ આશ ને પિયુનો વિશ્વાસ,

જોને ઘરને પિયરનું આપી ઉપનામ બેની ચાલી સાસરિયે.


માત પિતા, સહોદર અને છોડી કેટકેટલા સ્નેહીઓનો સાથ,

નવા જ સંબંધની ગૂંથણી કરવા બેની ચાલી સાસરિયે.


અલ્લડતા, ચંચળતા અને મૂકીને જન્મજાત ઓળખાણ,

ઠાવકી બનીને અપનાવવા નવી ઓળખાણ બેની ચાલી સાસરિયે.


ઘડતર થયું એનું પિયરમાં ને પછી ઉજાળવા બે કુળના નામ, આંખોમાં ભરી સ્મરણ ને નવજીવનના સપન બેની ચાલી સાસરિયે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy