બે વૃદ્ધોનો પ્રેમ
બે વૃદ્ધોનો પ્રેમ
કોરોના આયો રે આયો રે, આયો રે !
હાલો આપણ બે ને તો મઝા પડી !
કાલથી તારે કામે જવાનું બંધ હોં !
કાલથી મારે બહાર જવાનું બંધ !
આપણ બે આપણા ઘરમાં જ કેદ !
આ તે સજા કહેવાય કે મજા કહેવાય ?
આમેય આપણે વૃધ્ધ, સજાની મજા માણીએ,
આજથી તું મારામાં હું તારામાં ઓતપ્રોત !
સવાર પડી ચા, ગરમ નાસ્તો ડ્રાયફ્રુટ
અને ફ્રેશફ્રુટની જ્યાફત ઉડાવીએ !
પછી કરીએ પ્રાણાયામ ને યોગાબોગા !
તું મંડી પડ વ્યાયામ અને મુદ્રા કરવા !
હું કરું પૂજાપાઠ ને તારે માટે અન્નસેવા !
ચાલ પછી લઈએ સહભોજનની મોજ !
તું આગ્રહ કરી કરીને જમાડ મને અને
હું નીરખું ને પીરસું હેતથી ને જમાડું તને !
બપોર પડે ને કરીએ વામ કુક્ષી !
તું વાંચ તારા છાપા ને ચોપડા,
હું મારું સખીઓ સાથે ગપાસપા !
પછી ચાપાણી નાસ્તાનાં જલસા.
હવે કેરમ બોર્ડ તૈયાર છે કુકડીઓ પ
ગોઠવાઈ છે સામસામે કરીએ ફોડ !
સાંજ પડે દીવો કરી ચાલુ કરીએ ટીવી.
તું જો સમાચાર ને હું તો જોઈશ મુવી !
પત્તાની બાજી તો વીસરાય જ નહિ
હારજીત રિસામણા મનામણા તો ખરા જ !
રાત્રિભોજન જલદી જલદી લઈએ કરી
અને રાત્રે મિત્રો સાથે રમીએ અંતાક્ષરી !
સત્સંગ ધર્મયાત્રા વોટ્સઅપ પર જોઈએ
પ્રભુને યાદ કરી એકમેકની સોડમાં સૂઈએ.
વાહરે કોરોના વાહ તું શ્રાપ કે આશીર્વાદ
અમે તો અમારી મસ્તીમાં ગુલતાન !

