STORYMIRROR

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Abstract Others

4  

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Abstract Others

બે લીટીમાં શું કહું ?

બે લીટીમાં શું કહું ?

1 min
183

મારી બે લીટીમાં વારતા શું કહું,

વાત વહી જાય વહેતા તો શું કહું,


લઈ ચાલ્યું ઝરણું ઓલી જિંદગીને

ખળખળ વહે બંદગી તો શું કહું,


પૂછતો હતો કો'ક ને ક્ષિતિજની જગા

ને સામે આવી તું મળે તો શું કહું,


ભારેખમ પથરા મૂકી ડૂબે હૃદય

પાછું તારું નામ લખાવે તો શું કહું,


બેભાન છું તું લાવ ભાનમાં હવે

પાછો પીવડાવે જામ તો શું કહું,


ભૂરું કોરું ને નીલું આકાશ ક્યાં

તું વાળ ઓઢાડે મને તો શું કહું,


વારતાની મજા તો અંતમાં આવે

આમ અધવચ પતાવે તો શું કહું !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract