STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy Thriller

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy Thriller

બદનામ

બદનામ

1 min
159

તારા અદ્ભૂત સૌંદર્ય પાછળ,

હું દિવાનો બની ગયો છું,

ગલી ગલીમાં ભટકાઈને વાલમ,

હું બદનામ થઈ ગયો છું,


અપમાનના ઘુંટડાં ગળે ઉતારીને,

હું નિરાશ થઈ ગયો છું,

પથ્થરો અને ઠોકરો ખાઈને વાલમ,

હું બદનામ થઈ ગયો છું,


લોકોની નફરતભરી નજરથી,

હું મનથી મૂંઝાઈ રહ્યો છું,

તુજને રાત દિન શોધતાં વાલમ,

હું બદનામ થઈ ગયો છું,


ત્રાસી ગયો છું ઝૂલ્મો સહીને,

હું બંધારણ શોધી રહ્યો છું,

તારી મોહજાળમાં ડૂબીને વાલમ,

હું બદનામ થઈ ગયો છું,


સળગી રહ્યો છું પ્રેમની આગમાં,

હું જીવતા કબર બની ગયો છું,

તુજને દિલમાં સમાવવા "મુરલી",

હું બદનામ થઈ ગયો છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance