બદલાતી નજર
બદલાતી નજર


એ બિચારો એટલો અભણ છે કે લખ્યું વાંચી શકતો નથી,
તમાકુથી કેન્સર થાય નું પાટિયું ઉકલ્યું નહિ ગયો મથી,
છોકરીએ ચિઠ્ઠી લખી પ્રેમની તો હા પાડી દીધી અમથી,
બેઉ કાન એના ક્યાં વર્ષોથી કામ કરે છે એ તો સાવ બેરો,
સંભળાયું નહીં બૂમો પાડી થાક્યો પેલો કે બાકી છે વેરો,
દોડ્યો સાંભળી મફત મળે છે પ્રસાદ ને ઘાલ્યો ત્યાં ઘેરો,
આંખે થોડો દુબળો ને નજર એની પહેલેથી જ હતી કાચી,
ગ્રાહકને બે પાંચ નોટ આપી દીધી ખોટી જાણીને સાચી,
એની નજરો મળી મુશાયરામાં જયારે અનારકલી નાચી,
દેખાવે અલમસ્ત પણ યાદદાસ્ત બિચારાની બહુ છે ટૂંકી,
લેણિયાત આવ્યો માંગણે તો ઉધારીની વાત નાખી થૂંકી,
વરસો પહેલાની એક નાનકડી ઉઘરાણી કરી ભૂંકી ભૂંકી,
એનું ભણતર, નજર, બહેરાશ ને યાદદાસ્ત છે વિચિત્ર,
સ્વાર્થ જોઈ બદલાઈ જાય એનું ચાલ ચારિત્ર્યનું ચિત્ર,
આપવાના વખતે જૂએ દુશ્મન, ને લેવાનું હોય તો મિત્ર !