બધામાં જાઓ ભળી
બધામાં જાઓ ભળી


સરસ મજાની છે જિંદગી મળી,
એટલે બધામાં જાઓ ભળી.
તમને ટકોર છે કે જાઓ કળી,
સમજ્યા વગર ના જાઓ બળી.
સમજી જાઓ તો જાઓ ભળી,
તમારા છે એ પણ જશે મળી.
કુટેવ પણ જશે તમારી બળી,
પછી તમારા પણ રહેશે તમોથી ભળી.
તમને પણ મજા આવશે બધાથી મળી,
વારંવાર અમે તમને નહીં કહીએ વળી.
ત્યારે જ તમે અમને પ્રેમ કરશો મળી,
સાથે બધા કેવા રહેશું વળી.
સરસ મજાની છે જિંદગી મળી,
એટલે બધામાં જાઓ ભળી.