બચત
બચત
આવક થાય છે ધીમે ધીમે, વપરાતા નથી લાગતી વાર
બચતની આદત રાખો, બચત માટે રહેવાનું છે તકેદાર
ટીપે ટીપે સરોવર ભરાય કે નહીં, નથી ખબર
પણ એક એક રૂપિયાની બચત બની રહે છે આધાર
પૈસો બચાવજો, પૈસો તમને બચાવશે
બચતની આદતને સમજો એક સંસ્કાર
સમય પ્રવાહ એક સરખો રહેતો નથી, સમય શકે છે બદલાઇ
બચત બચાવી શકે, કરાવશે તોફાનમાં પણ નૈયા પાર
આવકના નિશ્ર્ચીત ભાગનું રોકાણ કરો બચતમાં
બચતના માધ્યમથી સપનાઓ થતા હોય છે સાકાર.