બચપણ
બચપણ
પ્રગટતો દીપક ને દિલમાં થતો ઉજાસ
જિંદગીને મળતી એક નવી આશ,
ક્યારેક બેસી જવું જવું થાકી-હારીને
નહીં જવું એ રાહમાં કોઈ દિવસ,
રહેતો એ નિર્ણય ફક્ત પળનો
બીજી પળે ફરી હૃદયમાં પ્રગટતો ઉલ્લાસ,
ટહુકો એ કોયલનો દે તો મને સાદ
દોડી જવું એ આંબાવાડીમાં રહેશે મને યાદ,
ક્યારેક લડવું, ક્યારેક ઝઘડવું,
બીજી જ પળમાં રોઈ પડવું,
તો ક્યારેક રડતાં રડતાં હસી પડવું
ને આપવા પ્રેરણાના અમી નીર,
ના ભૂલાય કદી એ દિવસો
ફરિયાદ હંમેશ કરીશ તુજને,
જો ન દઈ શકે તું એ ખુશી ફરી
તો નથી હક તુજને લેવાનો છીનવી.
