બચાવો આ સંસ્કૃતિ
બચાવો આ સંસ્કૃતિ
સ્વાર્થની સીમાઓ વટાવે ધર્મે ધતિંગે બાપુઓની સવારી,
ડાહીં ડરપોક ભાવનાએ જંતર લૈ પ્રભુ નામે ટોળાં સજાવે.
વેચે વ્યાસ પીઠ ડાકુઓ ચોલા પહેરી સનાતની સંજ્ઞાએ,
મીઠા ઝહરે લાગણી ઘોળે અહમ રાખી ખુદને પ્રભુ બતાવે,
બાપુ ડાકુઓ સત્તા જમાવે લક્ષ્મી લૂંટે ભોળી જનતા ભરમાવે,
ભાવનાઓ ભડકાવી સનાતન સંસ્કૃતિ વેચે બેસી વ્યાસ પીઠે.
ભજન કીર્તન નામે ભરે સભાઓ ને તબલાં વાદક લૈ વાજિંત્રો,
ગાય રાગડા તાણી પ્રસંગો વેદ પુરાણ રામાયણ ગીતાના લૈ.
શૌર્યતા સંતાડે ભીરુતા ડરપોકી દયાના લક્ષણ ગાઈ રડાવે,
સભા દાન દક્ષિણા લૈ રામ કૃષ્ણ વેદ પુરાણ વેચે કાયરતા ગાઈ.
ડાકુઓ પેદા કરી ભીરુતા સર્જે સનાતન સમાજ માય કાંગલો,
બની ધાર્મિક જેહાદી ડાકુઓ હજારો વર્ષ પુરાની સંસ્કૃતિ વેચે.
ઉઠો સનાતની હિંદુઓ ધાર્મિક જેહાદી જયચંદી બાપુ ડાકુઓ,
થકી બચાવો આ સંસ્કૃતિ ભેળાઈ રહી જે, છુપા સંસ્કૃતિ સંહારકો.