બાપુ કે'વાઈ ગયું
બાપુ કે'વાઈ ગયું


સંઘરેલી યાદો આજે તાજી થઈ ગઈ
માં સાથે થોડી હળવી વાતો થઈ ગઈ
પપ્પાને ઘણા વર્ષે જો, બાપુ કે'વાઈ ગયું
ભાઈ સાથે બેસી, પિક્ચર જોવાઈ ગયું
બેનની વિદાયનો આલ્બમ જોવાઈ ગયો
ધૂળ ખંખેરી ત્યાં જોને, ડૂમો ભરાઈ ગયો
મિત્રો આવીને નવી ગુટખા ચખાડી ગયા
પે'લા ધોરણનો એકડો ફરી ઘૂંટાવી ગયા
તળાવના પાણી કાંઠે આવી છલકાઈ ગયા
સૌને જોઈ આજ 'આશુ'એ મલકાઈ ગયા.