બાંધ્યા ઊંચે માળા
બાંધ્યા ઊંચે માળા
સુગરીઓએ બાંધ્યા ઊંચે માળા,
મને રમવાનું મન થાય.
સુગરીઓએ ગૂંથ્યા એવા માળા,
મને જોવાનું મન થાય.
ચકલીઓ તો કરે એવા ચાળા,
મને હસવાનું મન થાય.
કોયલના તો રાગ એવા મીઠાં,
મને ગાવાનું મન થાય.
મોરલા તો ટહુકે બેઠા બેઠા,
મને નાચવાનું મન થાય.
પોપટ તો બોલે મીઠું મીઠું
મને બોલવાનું મન થાય.
બપૈયો તો બોલે પીયુ પીયુ,
મને મળવાનું મન થાય.
કૂકડો તો બોલે વહેલું વહેલું,
મને જાગવાનું મન થાય.
બગલું તો ધ્યાન ધરે એવું,
મને ભણવાનું મન થાય.
સુગરીઓએ બાંધ્યા ઊંચે માળા,
મને રમવાનું મન થાય.
