બાળપણ
બાળપણ
યાદ આવે તે દિવસો તો મન બાળક બની જાય,
બંધ મુઠ્ઠી એ સપનાં ઝાઝા હતા,પૈસે ખાલી છતાં
મિત્રો ઝાઝા હતા,
નાની નાની વાતે તારું ને મારું,
વાત વાત માં અબોલા ને મેળ
બહુ મજાના હતા,
વીતી ગયા તે રંગીન દિવસો,
તે કિસ્સાઓ દિલમાં કેવા તાજા હતા,
અમે દીન છતાં, તે સમયના રાજા હતા,
હૈયે જોશ ઉભરાય છે, વહેતા પાણી જેમ,
આશાઓ આંખે છલકાય, યુવાની નજીક આવતા,
આ પળ ખોરવાય છે,
કયાં જાશે આ નાવ જીવનની,
સપનાંનાં પંથે વટથી જીવી લેવું.
માણી લીધુ બાળપણ, હવે યુવાની જાશે,
અતિરેકથી આમને આમ જીવનનો દિપક બુઝાશે,
આ પળને જીવવી મજાથી,
મોત આજ આવે કે કાલ,
બાળપણને માણવુ મજાથી.
