બાળપણ મારું આજ પ્યારું પ્યારું
બાળપણ મારું આજ પ્યારું પ્યારું
ઘડપણની આવી ગઈ અવસ્થા એવી
શરીર છોડે છે સંસારની માયા સઘળી
બાળપણ મારું આજ પ્યારું પ્યારું લાગે...!
બાળપણમાં હું જેનો સહારો બન્યો
આજ મારો એ આધારસ્તંભ બન્યો
બાળપણ મારું આજ પ્યારું પ્યારું લાગે...!
દાદા દાદીની એ વાર્તાની શીખ
આજ જીવનની બની છે રીત
બાળપણ મારું આજ પ્યારું પ્યારું લાગે...!
બાળપણની એ મળેલી ભેટ અનોખી
ઘડપણમાં બની યાદ મહામૂલી જીવનની
બાળપણ મારું આજ પ્યારું પ્યારું લાગે...!
વિત્યું બાળપણ ને આવ્યું ઘડપણ
સમજાવી જીવનનું મોલ આવ્યું ઘડપણ
બાળપણ મારું આજ પ્યારું પ્યારું લાગે...!
રમતાં રમતાં જાણે જિંદગી જીવાય ગઈ
ઘડપણમાં બધી ખુશી વિસરાય ગઈ
બાળપણ મારું આજ પ્યારું પ્યારું લાગે...!
જે લાકડી બની હતી ઘોડો બાળપણમાં
સહારો બન્યો અશક્તિનો એ ઘડપણમાં
બાળપણ મારું આજ પ્યારું પ્યારું લાગે...!
