બાળમજુરી
બાળમજુરી
કોમળ હથેળીઓમાં લકીરો ઝાંખી અંકાઈ જાય,
ભણતરની ઉંમરે ત્યાં બાળમજુુુરી વળગાઈ જાય.
દોષી કોણ માવતર કે માનવતા વિહોણા સમાજો,
ઠારવા આંતરડાની ભૂખ બાળપણ રહેેેેસાઈ જાય.
નાજુક હ્રદય પર ભાર જવાબદારીનો ઠલવાઈને,
પછી સપનાની પાંખો ફૂટતાં પહેલાં કપાઈ જાય.
અંગ ઢાકવાને માંડ પુરતા વસ્રો ત્યાં પહોચતા હો,
પેન, ચોપડાના નામ એને આ જન્મે વિસરાઈ જાય.
કેવી કરુણતા દ્રવી ઉઠતી બાળમજુરી જોઈ આંખે,
સાંજ કૈૈૈક ઉપાય શોધ આગ કાયમી ઓલવાઈ જાય.
