બાલ કૃષ્ણ
બાલ કૃષ્ણ
મથુરામાં પ્રગટ થઈને હું,
ગોકુળ ગામમાં આવ્યો છું,
નંદ ભવનમાં રમનારો હું,
નંદ યશોદાનો લાલ છું.
ગોપીઓનું માખણ ચોરીને હું
ગ્વાલ બાળકોને ખવડાવું છું,
ગોકુળમાં શોર મચાવનારો હું,
માખણ ચોર કાનુડો છું,
વૃંદાવનમાં ગાયો ચરાવીને હું,
અસૂરોનો નાશ કરનારો છું,
કાલી નાગનું દમન કરનારો હું
વૃંદાવન વિહારી લાલ છું.
ઈન્દ્રએ વૃજ પર કોપ કરતાં હું,
વૃજ જનોની રક્ષા કરનારો છું,
ઈન્દ્રનું માન ભંગ કરવા માટે હું,
ગીરીરાજ ધારણ કરનારો છું.
પૂનમની રાતે "મુરલી" છેડીને હું,
યમુના તટે રાસ રચાવનારો છું,
રાધા અને ગોપીઓને નચાવનાર હું,
રાસ વિહારી લાલ છું.