STORYMIRROR

Drsatyam Barot

Others Inspirational

4  

Drsatyam Barot

Others Inspirational

અંતરના અજવાળે

અંતરના અજવાળે

1 min
26.5K


અંતરના અજવાળે હું તો હાલ્યો મારી વાટે,

મરજી તારી ધૂળ ગણે કે હીરો તારી હાટે.

અગમ નિગમ હું કાય ના જાણું ભક્તિના એ પાટે,

તારું મારું કાય ના ચાલે, અજવાળાની વાટે.

ગતિ સૌની કરમ ન્યારી, ના એ કોઈના માટે.

સાધુ ઓલિયા કાય ન જાણે, એ તો જશ ને ખાટે,

બ્હાર તિલકના કરી લપેડા, ભીતર આગ ડાટે,

વ્હાલો મારો સૌની અંદર, બેઠો કણ-કણ ઘાટે.


Rate this content
Log in