કરજે
કરજે


તું મારાથી જ બસ શરુઆત કરજે,
નવલાં વરસની નવલી તું વાત કરજે.
આજ દિન સુધી ગયું તે ભૂલી જાને,
કોઈ પરમ પુરૂષની મુલાકાત કરજે.
નામથી જ રહ્યા માનવ આપણે તો,
માનવતાની એક નવી તું નાત કરજે.
દીપથી દીપ પ્રગટાવી લૈને પ્રકાશીએ,
દૂર દુર્ગુણોની કાજળ શી રાત કરજે.
શીખવા માટે ક્યાં બાધ છે ઉંમરનો,
એકડે એકથી ભણીને પ્રભાત કરજે.