અવર્ણનીય ઈતિહાસ
અવર્ણનીય ઈતિહાસ
છે અહી ભૌગોલિક, પૌરાણિક ને રાજનૈતિક ઈતિહાસ,
ચાલો યાદ કરીએ, આધ્યાત્મિક ને ઐતિહાસિક ઈતિહાસ,
સમ્રાટ અશોક, પોરસ ને અસંખ્ય રાજાના ઈતિહાસ,
ભણતી ત્યારે ગમતું નહી નાગરિક ને વાંચતી ઈતિહાસ,
રહી ગયા યાદ શિવાજી, પ્રતાપ ને પૃથ્વીરાજ,
અંગ્રેજો થોડા પાછળ રહે, છે સાક્ષી અત્યાચારી ઈતિહાસ,
ડેલહાઉસી, લોર્ડ કલાઈવ ને સાઈમન,
રાણીની તો વાત જ ન્યારી, છે એનો પણ ઈતિહાસ,
લક્ષ્મીબાઈ, અહિલ્યાબાઈ હોલ્કર ને મીનળદેવી,
રાજાઓની તો વાત જ શું કરું ? ન્યાય ને નિર્ણયના ઈતિહાસ,
રાજા વિક્રમ, રાજા ભોજ, ને રાણા ઉદયસિંહ,
બહાદુર બાળકોમાં, છે ચંદ્રગુપ્ત મૌર્યના ઈતિહાસ,
છાના ન રહે, ભરત, અભિમન્યુ ને લવ-કુશ,
ધ્રુવ, પ્રહલાદ ને નચિકેતા રચે અલગ ઈતિહાસ
નિર્ભય બાળકોનો પણ મળે અહીં ઈતિહાસ,
ગુરુભક્તિમાં મહાન, ગુરુપુત્ર પાછા લાવ્યા શ્રીકૃષ્ણ
આરુણિ, એકલવ્ય ને અર્જુન, છે ગુરુપ્રેમના ઈતિહાસ,
પિતૃભક્ત શ્રીરામ, છે જુદેરો ને અનેરો ઈતિહાસ,
માતૃ- પિતૃ ભક્ત, શ્રવણનો ચમકે ઈતિહાસ,
જે કર ઝૂલાવે પારણું, માતા છે સર્વે પૂજનીય,
જીજાબાઈ, સીતા ને યશોદા સુભદ્રા મમતામયી ઈતિહાસ,
જોઈએ હોરર તો એનો પણ છે ઈતિહાસ,
વિક્રમ વૈતાલ પર ફિલ્મ બની યાદગાર,
મિત્રતાનો પણ સર્જાયો ઈતિહાસ,
શ્રીકૃષ્ણ- સુદામા, શ્રીરામ- સુગ્રીવ, રાણા પ્રતાપ- પુંજા ભીલ,
છે પ્રાચીન કિલ્લા, ગઢ ને મહેલના ઈતિહાસ,
વાવ, કૂવા ને સરોવરના ઈતિહાસ,
તળાવનું શહેર ભોપાલ, એનો છે રોમાંચક ઈતિહાસ,
હમીરસર તળાવ, લાખોટા તળાવ, ને નખી તળાવ,
સરોવર તો એવા વસાવ્યા, છાપ અકબંધ ઈતિહાસ,
નારાયણ સરોવર,
બિંદુ સરોવર ને પંપા સરોવર,
છે અમર ભક્તોના પ્રેમ, હાજરાહજુર દર્શનના ઈતિહાસ,
નરસિંહ મહેતા, મીરાંબાઈ ને સંત જલારામ,
શબરી, ગોરા કુંભાર ને સતી તોરલ,
છે સંતોની પાવન ભૂમિ, શું કહું ઈતિહાસ,
સતાધાર, વિરપુર, નારાયણ સરોવર, (કચ્છ)
સદાચાર ને સત્કર્મ, રચાયા રામરોટીના ઈતિહાસ,
વલ્લભ પ્રભુ, ઘનશ્યામ મહારાજના પગપાળા પ્રવાસ,
છે અહીં જીવંત બેઠક સ્વરૂપે, એમનો સોનેરી ઈતિહાસ,
આધ્યાત્મિક પૌરાણિક ને શોર્યગાથામાં,
છે ખમીરવંતો જોબનવંતો આપણો ભારત દેશ,
જાત્રાના સ્થળ છે અપાર, વાત ન પૂછો, છે અમર ઈતિહાસ,
બદરીનાથ, કેદારનાથ, અમરનાથ મથુરા ગોકુળ ને વૃંદાવન,
સ્થળના ના આવે પાર, જગન્નાથપુરી વગર જાત્રા અધૂરી,
શેત્રુંજ્ય પાલીતાણા શોભતો, રળિયામણા ડુંગરના ઈતિહાસ,
બરડો, ગિરિરાજ પાવાગઢ ને ગિરનાર,
સોમનાથ દ્વારકાને અંબાજી સાક્ષાત
છે અહી મંદિરોના પણ ઈતિહાસ,
રામ કૃષ્ણ ને પરશુરામ એમ નવ અવતાર
છે ભારત દેશનો ગર્વિષ્ઠ ઈતિહાસ,
મહાવીર, બુદ્ધ, હરિશ્ચંદ્ર-તારામતી, નળ-દમંયતી, સાવિત્રી,
અનસૂયા વશિષ્ઠ-અરુંધતીનો છે આ પાવન દેશ,
ઋષિ-મૂનિઓનો દેશ, વીરોનો દેશ, ભક્તિનો દેશ,
શક્તિનો દેશ, બાળકોની બહાદુરી ને જુસ્સાનો દેશ,
સ્વાતંત્ર્ય સંગ્રામમાં શહીદ થયેલાનો અમરગાથા ગાતો દેશ,
સરહદે શહીદ થયેલની કલ્પનાનો દેશ, આહુતિથી અમર દેશ,
પાંચ પતિવ્રતા સ્ત્રીઓ તથા સાત ચિરંજીવો ને
આપણા કોટિ કોટિ નમસ્કાર, વાગોળીએ ઈતિહાસ,
આવી તો ઘણી ઘણી વાતો ઈતિહાસ ના પેટાળમાં
ગર્ત છે, રોજ એક ચરિત્ર વાંચીએ, સાંભળીએ ને શ્રદ્ધાંજલી અર્પીએ.