અસ્તિત્વ
અસ્તિત્વ
મારા પ્રેમનો અહેસાસ અહીં થયો,
એટલે તારું અસ્તિત્વ સ્વીકારું છું.
મારી લાગણીઓ તારામાં રોપાઈ ગઈ,
એટલે તારું મહત્વ સ્વીકારું છું.
આ સંબંધમાં મને વિશ્વાસની કડી મળી,
એટલે તારું મમત્વ સ્વીકારું છું.
મારાં દિલનાં ઝરૂખાએ તને નિહાળું,
એટલે તારું જીવત્વ સ્વીકારું છું.
મને કાયમ પડકાર મળ્યાં કરે,
એટલે તારું હકારત્વ સ્વીકારું છું.
મારી આંખોએ ભીંનાશ આવ્યાં કરે,
એટલે તારું જલત્વ સ્વીકારું છું.
"સખી" તને મળીને ઓળઘોળ થઈ ગઈ,
એટલે તારું નમત્વ સ્વીકારું છું.
