STORYMIRROR

Bharat Parmar

Inspirational

4  

Bharat Parmar

Inspirational

અષાઢી બીજ

અષાઢી બીજ

1 min
425

ગગને વાદળાંને મિસકૉલ મારી,

ધરા ને મેસેજ મોકલીયો રે લોલ !

વર્ષાના ટીપાં એ રીંગ ટોન વગાડી,

વૃક્ષોની ડાળી હલાવી રે લોલ !


સાગરે નદીનું રિચાર્જ કરાવી,

ઓનલાઇન ચર્ચા કરાવી રે લોલ !

જંગલ ને ઝાડીનું વી.ગૃપ બનાવી,

પવન પાંદડાને જોડ્યા રે લોલ !


પર્વત ખીણોને સાદા મોબાઈલથી,

વિગતે વાતો કરાવી રે લોલ !

વીજળીના ચમકારે મેઇલ કરાવી,

ચોમેર સંદેશો મોકલીયો રે લોલ !


ઝરમર ઝરમર વિડિયો કોલિંગથી

માટીની મહેક ફેલાવી રે લોલ !

'વાલમ' તિલકથી સન્માની સત્કારી,

અષાઢી બીજને ઉજવીએ રે લોલ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational