અસરકારક કોરોના
અસરકારક કોરોના
કોરોનાની અસરથી કોઈ મુક્ત નથી,
રાજા હો યા રંક ફકીર કોઈ મુક્ત નથી,
અવિભાજ્યથી સૌ કોઈ વિભાજય તરફ,
અંખડથી વિખંડ તરફ કોઈ મુક્ત નથી.
સામાજિક દૂરી બરકરાર રાખવી પડે છે,
સંબંધોમાં વધતા અંતરથી કોઈ મુક્ત નથી.
વિધાર્થીઓ પાસ થયા પછીથી લખે છે પેપર,
આખા વર્ષનાં વેકેશનમાંથી કોઈ મુક્ત નથી.
આશા નિરાશાના સંક્રાતિ કાળમાં જીવતા લોકો,
રોજ બદલતા આયોજનથી કોઈ મુક્ત નથી.