અસમાનતા
અસમાનતા
અહીં ગરીબ ને ખાવાના ફાંફા,
નેતા મારે છે મોટા મોટા ફાંકા,
મેટ્રોને અવકાશયાન કરતા જરૂરી છે,
ગરીબોનાં પેટના ખાડા,
ગરીબોને ઘર બનાવવા મળતી નથી લોનની મંજૂરી,
આલીશાન હોટેલો માટે લોન આપવાનું લાગે સરકારને જરૂરી,
કેવી છે અસમાનતા સમાજની,
ગરીબ બાળકને આપવા નથી એક સિક્કો,
ફિલ્મના હીરોને સન્માનવા સિક્કાઓની થેલી ભરાય છે અહીં,
અહીં ચોવીસ કલાકની મજૂરી પછી ગરીબ ભાળતો નથી શાક રોટલી,
જ્યાં નેતાઓ સોનાની થાળીમાં છપ્પન જાતના પકવાન હોય છે,
વળાંક આપે છે એવો ઈશ્વર,
ગરીબ ઝૂંપડીમાં ચેનથી ઊંઘી જાય છે,
કરોડપતિઓની તો ઊંઘ હરામ થઈ જાય છે.
