STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Inspirational

4  

Dhanjibhai gadhiya "murali"

Inspirational

અશાંત મન

અશાંત મન

1 min
368

મોહમાયાનો દિવાનો બન્યો છું હું, 

છોડવા માંગુ છું પણ છૂટતી નથી,

દિન પ્રતિદિન ડૂબતો જાઉં છું હું,

ક્યારે નીકળીશ તેની જાણ નથી.


ધન પ્રાપ્તી માટે દોડી રહ્યો છું હું,

ભૂખ ધનની મારી મટતી જ નથી,

નિતીથી હોય કે અનિતીથી હોય,

તેના વિષે કદી મેં વિચાર્યું જ નથી.


પરીવાર જનોથી ધેરાયેલો છું હું,

તેની માંગણીઓ પૂરી થતી નથી,

દિન પ્રતિદિન વધતી જ જાય છે,

ક્યારે પૂરી થશે તેની ખબર નથી.


સુખથી જીવવા ઈચ્છી રહ્યો છું હું,

વિચાર અમલમાં મુકી શકતો નથી,

પ્રભુનું સ્મરણ કરવા તડપી રહ્યો છું,

સ્મરણ કરવાનો સમય મળતો નથી.


મનની શાંતિ માટે મથી રહ્યો છું હું,

મન મારૂં શાંત કદી થઈ શકતું નથી,

પ્રભુ તારા શરણે આવ્યો છે "મુરલી",

તારા વિના મારો કોઈ સહારો નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational