STORYMIRROR

Pravina Avinash

Tragedy

3  

Pravina Avinash

Tragedy

અર્થ સેરવ્યો

અર્થ સેરવ્યો

1 min
14.5K


લાગણીના સમુદ્રમાં હિલોળા નથી લેવા

અધવચ્ચે આવીને ડૂબકાં શાને ખાવા

મધુરો સ્વાદ લેતાં જીભ મ્હોંમાં સળવળે

તારી ચાહતના પરવાળાં શાને પામવા

આવેગમાં તણાઈ દુભાઈ દર્દ અનુભવવું

જુદાઈ નિશ્ચિત બેસુમાર ત્રાસ શાને સહેવો

અહેસાસ ઘડી બે ઘડીનો વ્યર્થ ભોગવ્યો

લાગણીના બંધનમાં બંધાઈ શું તારવ્યું

આઝાદી ગુમાવીને કસક દ્વારે આવકારી

દિલની વિણાના તારે ટૂટી ઠેસ પહોંચાડી

ભલું થયું જગની આસક્તિ વેગળી થઈ

નિંદરથી જાગી ખુદને મળી અર્થ સેરવ્યો


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy