અરીસો
અરીસો


મારી જ સામે ઊભો એક શખ્સ
હૂબહૂ મારા જેવો !
સુરત, આચાર, વિચાર
ને આ મળતી ઝૂલતી સિરત
હસુ તો હસે, ને રડું તો રડે
પણ ખરું જો પૂછો તો
એટલું જ સત્ય માત્ર છે હો !
બીજું આવડે કે ના આવડે
હૂબહૂ નકલ જરૂર આવડે
છે ગજબનો કારીગર
જાણે અવનવી કરામત
ક્યારેક દેખાડે અસલિયત,
ને ક્યારેક બહુ રૂપ અનોખું
જેવી જ્યારે જરૂરત
ત્યારે તેવી તદન તસવીર
દુનિયા ને ભલે છળી જાણે
પણ મને કેમ છળશે?
જુદો છે ચહેરો નાશ્વર દેહ નો
પણ હું તો છું શાશ્વત અમર
હજી પણ વણ ઉકેલ્યું ઉખાણું હું,
અરે ! કેવી વિડંબણા મારી
આટલી કથનીથી જાણ્યું હું કોણ?
અરે ! શું વિમાસણ આટલી?
હું તો છું અરીસો માત્ર
અક્સ મુજનું જોઈ તુજમાં
શખ્સ ઊભો સામે પ્રતિબિંબિત
એને નિહાળું ને વિચારું,
અરીસો છું હું માત્ર તારો
તેથી જ તો હૂબહૂ મારા જેવો
મારી સામે ઊભો એક શખ્સ
હૂબહૂ મારા જેવો
હૂબહૂ મારા જેવો.