અફર ક્રમ
અફર ક્રમ
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
420
ગમે તેટલું હોય સુંદર, ગમે તેટલું હોય ઉત્તમ,
પાનખર લાગે સહુને, સૃષ્ટિનો છે અફર નિયમ,
પાનખરની પાસે છે કેટકેટલીય ભીનાશ ભરેલી યાદો,
પાનખર લાગતા પહેલા માણી લીધી હોય છે મસ્ત મોસમ,
વસંતમા રાસ લેતા હતા અન્ય લીલા પાંદડાઓને સંગ,
હવે તો છે સૂકા પાંદડાની અલગારી સરગમ,
પાનખર પણ આગળ વધારે છે સૃષ્ટિનો ક્રમ,
ખરતા પર્ણનો પણ હોય છે ખાતર બનવાનો અભિગમ.