STORYMIRROR

Devanand Jadav

Tragedy

4  

Devanand Jadav

Tragedy

અનુક્રમે..

અનુક્રમે..

1 min
395

જીંદગી તારા ભેદ હવે સમજાય અનુક્રમે,

તુજ શીખવે તુજ છીનવે સુખચેન અનુક્રમે,

 

ક્યાં કોઈ જ ફર્ક છે તારા અને આંસુ વચ્ચે,

બંને ભીંજવે છે મારા સ્મૃતિપટ ને અનુક્રમે,


છે વરસાદને મારી સાથે અલાયદો વાસ્તો,

ચાહત બની ઘેરાય મસ્તિષ્ક મહીં અનુક્રમે,


એમ તો તમે પણ શું પામી શક્યા 'કિરન',

થોડી ચાહત અને પછી ખાલીપો અનુક્રમે,


બસ એજ તો મૃગજળે શીખવી દીધું મને 

નિરંતર દોડ પછી સાવ હાંફી જવું અનુક્રમે. 


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy