અનુભવાય છે !
અનુભવાય છે !


વર્ષનાં આખરી દિને હૈયું મુંઝાયુ છે,
એક ચીસ ઉઠી છે દિલને કે આ મને,
દિલમાં કેમ મને દુઃખ અનુભવાય છે !!
નવાં વર્ષમાં નવો સંકલ્પ કરવો છે,
જિંદગીને નવો ઓપ આપવો છે મને,
છતાં બંધનની કડી સદા અનુભવાય છે !!
દર્દીઓની વેદનાને મારે સમજવી છે,
બસ કોઈનાં દુઃખને દૂર કરવું છે મને,
પોતાનું માનીને કરૂં તો ખેદ અનુભવાય છે !!
હવે જિંદગીમાં ચેતનાને સ્ફુરવી છે,
એક જોમ સાથે આગળ વધવું મને,
જિંદગીમાં પ્રેમની પરિભાષા અનુભવાય છે !!
ખુદમાં મને શોધવાં હવે રોજ મથું છું,
બસ નવાં વર્ષે જાતને મઠારવી હવે,
શ્વાસોનાં સરવાળે મથામણ અનુભવાય છે !!