STORYMIRROR

Nayana Viradiya

Drama Inspirational

3  

Nayana Viradiya

Drama Inspirational

અંતરની અપેક્ષા

અંતરની અપેક્ષા

1 min
141

 આપજે એવી નિખાલસતા જેમાં હું ખુદ ને નિહાળી શકું,

આપજે એવી નિર્દોષતા જેમાં હું ખુદને માણી શકું,


આપજે એવી વાસ્તવિકતા જેમાં હું હરક્ષણને લાવી શકું,

આપજે એક એવી નજર જેમા હું ખુદને નિહાળી શકું,


આપજે એક એવો માર્ગ જેમાં હું તારી સાથે ચાલી શકું,

બસ થોડીક એવી હૂંફ જેમાં હું સલામત રહી શકું,


આપજે તારો એવો સાથ જેમાં હું દુનિયા માણી શકું,

આપજે તારા પ્રેમનો શ્વાસ જેમાં હું જિંદગી જીવી શકું,


આપજે તારા શ્વાસનો થોડો વિશ્વાસ જેમા હું ખુદને સમાવી શકું,

આપી દેજે તારી મુશ્કેલીઓ ને પરેશાની ઓનો વંટોળ જેને હું પળમાં મિટાવી શકું,


આપજે તારી મિત્રતાનો હાથ જેને હું જીવનભર નિભાવી શકું,

આપજે તારા સ્વપ્નોનો સોનેરી સુવાસ જેને હું અમ જીવનમાં ફેલાવી શકું,


આપજે તારા દિલ થોડી મોકળાશ જેમાં હું હર દર્દ છૂપાવી શકું,

આપજે એક તારી પ્રતિકૃતિનું કોમળ ફૂલ જેમાં હું તારૂં બાળપણ નિહાળી શકું,


આપજે તારી જવાબદારી ઓનો બોજ જેમાં હું ખુદને કાબેલ બનાવી શકું,

આપજે એક પરિવાર પ્યારો જેમાં હું ખુદને સમાવી શકું,

આપજે આટલું જીવનભર તો હું ખુદને તને આપી શકું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama