અંતરમન
અંતરમન


નાજુક રતાશ કળીનું સૌંદર્ય,
ઉષાએ ખીલીને મહેકી રહ્યું છે !
હસંતી કળીસમ તારું રુપ,
હ્દય સરોવરમાં ચહેકી રહ્યું છે !
ઓસ થકી પુષ્પને મળતી રહી છે,
ભાવભીની કોમળતા !
તારી સંવેદનાથી મળતી રહી છે,
જીવનની શીતળતા !
રવિએ પ્રસરાવ્યું,
સોનેરી કિરણોનું તેજ સામ્રાજ્ય !
તારા હોવાપણાંના અસ્તિત્વએ,
જીતી લીધું મુજ દિલનું રાજ્ય !
સંધ્યાની ક્ષિતિજે સાગર હિલોળા લેતું લેતું,
આવે જાણે મુજ પાસે !
જીવનસંધ્યાએ તુજ બને હમદર્દ,
એવો સહવાસ મૂજને ભાસે !
શશિ-નક્ષત્ર તો છે એ,
સુનકાર આસમાનની કવિતા !
તારા મધુર ઝણકારથી જ તો,
સ્વપ્નભરી રજની બની સવિતા !
છે નિસર્ગનો ખેલ બહુ જ રંગીન,
તેના જ શમણાંમાં સંગીન થઈ જાઉં !
તું પણ તો એની જ માટીનો અંશ,
કહે તો ! તૂજ કાજે 'સ્વપ્નીલ' કેમ ન થાઉં !