અંતરમન
અંતરમન


કોઈ ના રોકશે કોઈ ના ટોકશે,
તારી અંતરઆત્મા જ તને ઢંઢોળશે.
ભલે છુપાવ્યું દુનિયાથી તે, તારું હૈયું પુકારી ઉઠશે,
બેચેન બનશે મન તારું ને ક્યાંય ખુશી ના મળશે.
હૈયું જાણે છે મનની વાતો, છુપાવ્યાથી શું વળશે,
અતીત તારું પીછો કરશે, ક્યાંય શાંતિ ના મળશે.
કબૂલાત કરી લે બેચેનીથી પામી લે છૂટકરો,
એક ડગલું આગળ વધી લે, લઇ લે સત્યનો સહારો.