STORYMIRROR

Bharat Parmar

Fantasy Inspirational

4  

Bharat Parmar

Fantasy Inspirational

અનોખું સર્જન

અનોખું સર્જન

1 min
394

આજના યુગમાં જ્યાં જુઓ ત્યાં નારી

જુઓ ને અત્ર તત્ર સર્વત્ર દેખાતી નારી,


જીજાબાઈ બની શિવાજીને ઘડનારી 

ઝાંસીની રાણી તલવાર લઈને લડનારી,


ચૌદ વરસની ક્ન્યા સિંહને ભગાડનારી

મધર ટેરેસા ગરીબોની સેવા કરનારી,


કોકિલકંઠી લતા મંગેશકર ગાનારી

ઈન્દીરા ગાંધી ગાદી પર બેસનારી,


પિટી ઉષા દોડમાં પ્રથમ આવનારી

કલ્પના ચાવલા હવામાં ઊડનારી,


નર કરતાં નારી થઈ આજે ચડિયાતી 

'વાલમ' નું અનોખું સર્જન છે સન્નારી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy