STORYMIRROR

Rohit Prajapati

Drama

4  

Rohit Prajapati

Drama

અનોખું સગપણ

અનોખું સગપણ

1 min
402

સગપણ અનોખું એવું તો તારું મારું થયું,

સરનામું પણ આપણું હવે એકબીજામાં શોધવાનું થયું.


ગાઢ થઈ હતી આપણી મિત્રતા દરેક પળમાં,

જાણે ગયા ભવની મિત્રતા નિભાવવા મળવાનું થયું.


ગમગીન રહેતા તને મળ્યા પહેલા દિવસો મારા,

હવે તો રાતો રંગીન ને ખુશીઓમાં સંગ રહેવાનું થયું.


એક અલગજ દુનિયામાં પ્રવેશ કર્યો આપણે,

ને સાથે મળીને નવી નજરથી દુનિયા દેખાવાનું થયું.


અલ્લડ થયું મારું મન પણ તારી સાથે રહીને,

એટલે જ સાથે મળીને મિત્રતાના જામમાં ડૂબવાનું થયું.


સુરજ ભલે ને ડૂબે ને ચાંદ પણ ભલે ઓગળે,

લક્ષ એકબીજાના જીવનમાં પ્રકાશ રેલાય એ જોવાનું થયું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama