STORYMIRROR

Minakshi Jagtap

Fantasy

4  

Minakshi Jagtap

Fantasy

અનોખું રૂપડુ ધરાનું

અનોખું રૂપડુ ધરાનું

1 min
392

નિત નવી પાલવી ફુટી, હરિત વસ્ત્ર ધરાએ પેહેર્યુ,

સ્મિત મલકતું જોઈ અંબરના હૈયે વીજળી ચમકી.


રૂપડું અનોખું બ્રહ્માંડમાં પાયું ધરતી તારું મનોહર,

ઋતુરાજ પણ વારિ જાય વરસે આલિંગન આપી.


ગગન હૈયે ભાવનાઓના ઉમળકાથી મળવા આતુર

મેઘધનુષ્યના રંગો રંગાવી સ્પર્શ પામવા રાજી


સૃષ્ટિ તારી અદભુત લીલાં બન્યા અમો સૌ ઘેલા,

છોડ, તરુવર, વેલાઓની વિસ્મય માયા સ્થાપી.


તુજ ખોળામા આધાર શોધે જીવે સજીવ સૃષ્ટિ,

માતૃત્વની મુરત સમ અસ્તિત્વ નિરાળી સ્થાપી.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy