અનોખો પ્યાર
અનોખો પ્યાર
પ્રિયા અને નીલ એક જ ઓફિસમાં કામ કરતા હતા. પ્રિયા નીલને ખૂબ જ પસંદ કરતી હતી અને નીલ પણ ખૂબ પસંદ કરતો હતો. પણ બેય પરણેલા હતા. બેયનો ઘર સંસાર સાર હતો. તો પણ મનોમન એકબીજાને ચાહતા હતા. ક્યારેક આંખોમાં વાતો કરી લેતા પણ સીમા પાર નઈ કરતા. જ્યારે જ્યારે બેને એકબીજાને નજીક જવાનું મન થાય ત્યારે દુનિયા સામે આવી જતી. અને બેયનું મિલન વિયોગમાં ફેરવાઈ જાતું.
આ વાત એક વરસાદી મોસમની છે. અચાનક એક દિવસ કાળો ભમ્મર આકાશ થઈ જાય છે. ઓફિસ છૂટવાનો ટાઈમ હોય છે. પ્રિયા ઓફિસમાંથી બહાર નીકળી છે, સ્કૂટી ચાલુ કરે છે પણ અચાનક વરસાદ વરસવા લાગે છે, અને નીલ પણ એવી રીતના જ ઉભો રહી જાય છે પ્રિયા ભીના કપડા સાથે સ્મિત કરે છે . નીલ એને પૂછે છે, "કેમ હસે છે ?"
પ્રિયા શરમાઈ ને કહે છે "મને તારી સાથે હરેક પલ જીવવા માટે ગમે છે. કેવું નઈ ! આપણે બે બહાર આવ્યા ને વરસાદ આવ્યો."ટગર ટગર જોવા લાગે છે પ્રિયા કહે છે "હું શું બોલું છું ! મને ખબર નથી પડતી ! હું શું કરી રહી છું એ પણ મને ખબર નથી પડતી.
નીલ ભી તોપણ મનોમન પ્રિયાને પ્યાર કરતો હતો એને પ્રિયાની વાતો ગમવા લાગી. પ્રિયાને કે છે "શું તું મારી બનીશ હું તને બહુ પ્રેમ કરું છું. ચાલ હું તને મારા પ્રેમથી ભીંજવી દઉં. લાગણીઓમાં તને ધ્રુજાવી દઉં."
પ્રિયા પોતાની જાત પર કંટ્રોલ નથી કરી શકતી. એની નજીક જાય છે "મને તને કંઈક કહેવું છે" અને એકદમ એની નજીક જાય છે. "હું તને બહુ વર્ષોથી પ્યાર કરું છું." અને દિલની ધડકાનો વધી જાય છે એ ધ્રુજવા લાગે છે. અને નીલ નજીક જાય છે નીલ પણ પ્રિયાની નજીક આવે છે, બેય એકબીજાનું હાથ પકડે છે. એક તો મોસમ બેયમાન હતો સાથે બે પ્રેમી એકબીજામાં ખોવાઈ જાય છે.
વરસાદમાં પ્રેમીઓના હૈયામાં થનગનાટ શરૂ થઈ જાય છે. પ્રિયા શરમાઈ જાય છે. નીલ એના બે હાથ પકડી એને નજીક ખેંચે છે, પ્રિયા ડરી જાય છે નીલ કહે છે "ડિયર ડિયર કેમ એટલી બધી ડરે છે ?" પ્રિયા કહે "એમ જ." નીલ કહે એવું
એમને ?"
પ્રિયા સાવ ચુપ હતી. પણ ધીમે ધીમે વરસાદી મોસમ બનેને સાવ નજીક લઈ આવે છે. બને પ્રેમમાં ગળા ડૂબ થઈ જાય છે. સમય અને સ્થળનું માન ભૂલી જાય છે. ખરેખર પ્રેમ અને વરસાદી મોસમ એક સરખી દશા છે. વરસાદ વરસે ત્યારે બહુ મજા આવે દિલ નાચવા લાગે, પણ જ્યારે વરસાદ સાથે વાવાઝોડું આવે તો બધું વેર વિખેર કરી દે. એવું જ કંઈક પ્રેમનું છે. પ્રેમી પંખીડા સાથે હોય ત્યારે રોમેન્ટિક માહોલ સર્જાય છે પણ દુનિયા સામે આવે એટલે બંનેનું મિલન ક્યારે વિયોગમાં ફેરવાઈ જાય ખબર પડતી નથી.. આવા તો કેટલા પ્રેમ પંખીડા વિયોગમાં તડપ તા હશે વાસ્તવિક જીવનમાં સાચા પ્રેમી હોવા છતાં પણ સંસારનું ધ્યાન રાખવું પડે છે. પ્રિયા અને નીલ પણ વાસ્તવિકતાથી અજાણ નહોતા નો'તા...

