STORYMIRROR

Vallari Achhodawala

Fantasy Inspirational

4  

Vallari Achhodawala

Fantasy Inspirational

અનંતનો પ્રવાસી

અનંતનો પ્રવાસી

1 min
271

જીવનભરનો પ્રવાસી, હું તો રહ્યો જીવનભરનો પ્રવાસી,

માના ગર્ભથી સ્મશાનની ચિતા સુધીનો પ્રવાસી,

વૃક્ષોના ઝંઝાવાતથી તણખલાની વેદના સુધીનો પ્રવાસી,

 માછલીની તડપથી કિનારાના મૌન સુધીનો પ્રવાસી, 


આકાશની અનંતતાથી વાદળાની સિમિતતાનો પ્રવાસી,

રવિના તેજથી અંતરની આગ સુધીનો પ્રવાસી, 

ચંદાની ચાંદનીથી તારલીયાના તેજ સુધીનો પ્રવાસી, 

યાદોની મીઠાશથી સંબંધોની મોકળાશ સુધીનો પ્રવાસી,


 હૃદયની વેદનાથી લાગણીની સંવેદના સુધીનો પ્રવાસી,

 દુઃખના રણથી સુખના વન સુધીનો પ્રવાસી, 

ભૂલોના સફરથી માફીના દરિયા સુધીનો પ્રવાસી, 

પ્રેમની મહેકથી અંતરની તરસ સુધીનો પ્રવાસી, 


હારી ગયેલા મનથી મૂકેલા વિશ્વાસ સુધીનો પ્રવાસી, 

મૌનના શિખરથી શબ્દના ઉત્સવ સુધીનો પ્રવાસી, 

આત્માની અનંતતાથી શરીરની વાસ્તવિકતા સુધીનો પ્રવાસી, 

કૃષ્ણના સ્મિતથી રાધાના આંસુ સુધીનો પ્રવાસી, 


મીરાની તપસ્યાથી નરસૈંયાના વૈરાગ સુધીનો પ્રવાસી,

અને હવે, જીવતરના ભારથી મુક્ત,

અચાનક બન્યો, અનંતનો પ્રવાસી.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy