અનમોલ સ્ત્રી
અનમોલ સ્ત્રી


અશ્રુઓની ધારે સ્ત્રી ટકાવે પરિવારનું હાસ્ય,
કેમ કરી સહન કરે છે કષ્ટ એ તો છે એક રહસ્ય,
જોય છે સ્ત્રી ઘૃણા અને જોય છે અપમાન..
હસતા મુખે સહન કરી,
સ્ત્રી ની પરીક્ષાનું રાખે રાખે છે માન....
ના કોઈ સમજે સ્ત્રી નો ત્યાગ,
ના સમજે એના સન્માન નું સ્થાન....
રાખે છે સ્ત્રી ઈચ્છા પ્રેમ અને લાગણીની,
નથી માંગતી કરોડોની સંપત્તિ....
પુષ્પ કચડાઈ અને સુગંધ ફેલાવે,
સ્ત્રી કરે સમર્પણ અને સંબંધ સાચવે.