અનમોલ ભક્તિ
અનમોલ ભક્તિ
અનમોલ ભક્તિ થકી સંતો, મહંતો તરી ગયા,
જલારામ બાપા રામ રામ રટીને તરી ગયા,
સાંઈ બાબા સર્વ ધર્મ પ્રત્યે સમભાવ શિખવી ગયાં,
ગંગાસતી ભક્તિ થકી ભવપાર ઉતરી ગયા,
દત્તાત્રેય ભગવાન જ્ઞાન જ્યાંથી મળે એ ગુરુ,
જ્યાં મળે જ્ઞાન મેળવી લેવું એમ શિખવી ગયાં,
ભક્તિ થકી બજરંગદાસ બાપા સીતારામ તરી ગયા,
સંકટમાં હરિનામ લેવાથી કેટલાય તરી ગયા,
સમભાવે ભજવાથી ભાવના બેડો પાર થઈ જાય,
અંતરમાં ઊભરાતી ભક્તિ થકી પાર પામી જાય,
સ્વાર્થ વગર ભક્તિથી ભગવાન દોડતાં આવે છે,
હાથથી સારા કર્મ ને મુખે ઈશનું નામ જપે છે.
