અનેરુ સ્થાન
અનેરુ સ્થાન


આકાશગંગામાં ચાંદનું છે અનેરુ સ્થાન,
તારાઓની વચ્ચે જાણે ચાંદનું બહુમાન,
ચાંદને જોઇને પ્રેમી-પ્રેમીકા થાય છે ગુલતાન,
શાયરી ક્ષેત્રે ચાંદનું છે મજાનું પ્રદાન,
ચાંદ કરાવે ચાંદનીના અમ્રુતનું રસપાન,
સફેદ રણના નજારામાં છે ચાંદનું વરદાન,
સૌંદર્યના ક્ષેત્રે ચાંદ છે સૌથી જાજરમાન,
ચાંદનો દાગ, જાણે કે ગાલ પર તલનું નિશાન,
બચપનમાં દાદી સંભળાવતા ' ચાંદ અને ડોશી વારી વાર્તા' નું ગાન,
યુવાનીમાં ચાંદ સાથે જોડાઇ જાતા હોય છે મસ્તીભર્યા માદક અરમાન,
ઘડપણમાં મળી રહે છે ચાંદનું ધાર્મિક અને વૈજ્ઞાનિક જ્ઞાન,
જીવનના દર તબક્કામાં મળી રહે છે ચાંદનું અનુસંધાન !