અનેરા તરંગ
અનેરા તરંગ


સાગરના પાણીનો ક્યાં કોઇ રંગ છે?
તો પણ સાગરનું સૌંદર્ય કરી નાખે દંગ છે,
સાગરના તરંગો જીવનમાં જગાવે તરંગ છે,
ઉષા અને સંધ્યા સમય સાગરમાં જામે રંગારંગ છે,
ખારવાઓનો, સાગરમાં હંમેશા જિંદગી સામે જંગ છે,
અને સાગરમા દરિયાલાલનો પણ સત્સંગ છે,
સાગર કિનારે પંહોચતા જ જાગે અનેરા ઉમંગ છે,
સાગર એ કુદરતના સાંનિધ્યનું સોહામણું સંગ છે.