STORYMIRROR

Vrajlal Sapovadia

Drama Children

4  

Vrajlal Sapovadia

Drama Children

અંધારું

અંધારું

1 min
54

પ્રકાશની ગેરહાજરી ને બોલ્યાં છે અંધારું 

સૂરજ નથી એવું જો એક ક્ષણ પણ હું ધારું,


અંધારામાં પણ ગોળ તો ગળ્યો જ લાગે

ગોળ ખાનાર પછી રોજ પ્રકાશ કેમ માંગે,


ચલાવું અંધારે તીર ને અજમાવવું નસીબ 

અંધેરી નગરી ને ગંડુ રાજા છું કમનસીબ,


જ્યોત જલે આસપાસ ને દીવા તળે અંધારું 

સળગાવનાર ન કોઈ સો મણ તેલે અંધારૂં,


કેમ કરી નીરખું છે અંધારી રાતે મગ કાળા

અંધારે બાંગ ને વાસના વચ્ચે ફેરવું માળા,


આંખો મીંચ્યે સદા અંધારૂં ખોલી આપે કોણ 

ધોળે દહાડે અંધારું એકલવ્ય શોધે છે દ્રૌણ,


ઊલેચે અંધારું ન જાય જરાક જલાવો જ્યોત 

મારવી અંધારે ડાંગ પછી દોષ દેવો શું દ્યોત,


પ્રકાશની ગેરહાજરી ને બોલ્યાં છે અંધારું 

વસ્ત્રો પહેર્યા ઊજળાં ને મન ગોબરું ગંધારું.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar gujarati poem from Drama