STORYMIRROR

Nisha Shah

Inspirational

4  

Nisha Shah

Inspirational

અનામિકા

અનામિકા

1 min
221

પ્રથમ છું !અનામિકા છે નામ મારુ,

શૃંગારમાં કરું જ્યારે શાહીનું ટપકુ,

રુવાબ મારુ વધે ખૂબ મહત્વ મારુ.


ભલભલાને ઉથલાવી શકુ છું હું,

જોતજોતામાં બનાવી શકુ રાજા,

કૌવત દેખાડી શકુ, દેશની ચુંટણીમાં.


પહેલી આંગળી બતાવી કરાવું યાદ,

તમે છો સ્વતંત્ર ભારતનાં નાગરિક,

આધારકાર્ડ અને પેનકાર્ડ બતાવો.


ચુંટણી આવે, પહેલા નામ લખાવો,

પહોંચી શકો ચુંટણી ક્ષેત્રે વોટ દેવા,

જો વોટીંગલીસ્ટમાં આવે નામ તમારું.


વોટ આપવો જન્મ સિધ્ધ હકછે,

તમારો એને તો મેળવીને જ રહો, 

એકએક ટીપું મળી સાગર બનેછે.


એકએક વોટથી સાચો નેતા મળે છે,

લાંચ રુશ્વત લોભની આંગળીઓને,

મનઅંગુઠાથી નીચી કરી દબાવી દો.


અનામિકાને વિવેકથી વાપરો,

જે નિશાનને એ દાબે વહાલથી,

એની જીત નજદીક જ છે આજ.


કરોડો લોકોનું ભાવિ એની પર છે,

સાચા દીલથી સાચો નેતા શોધો, 

જે છે દેશનો તારણહાર સાચો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational