અમૂલ્ય
અમૂલ્ય
માનવ જન્મ અમૂલ્ય છે,
તેનુ સમજોને મૂલ રે,
નહીં તો ભવોભવ સાલશે,
આજ કરેલી ભૂલ રે.
લક્ષ ચોર્યાસી જન્મો કેરા પૂણ્યથી,
મળ્યો આ માનવ દેહ રે,
આળસમાં તું ના ગુમાવીશ,
આ મોઘેરો અવતાર રે.
આજે દેખાય છે ઉજળું,
તે કાળુ થાશે કાલ રે,
ચેતી લે ઓ મનવા આ તો,
જબરી માયાની જાળ રે.
વિખરાતાં કાયાના બાગને,
ક્ષણ નહીં લાગે રે,
સમજુ જન શાનમાં સમજે,
અણસમજુ ઠોકર ખાય રે.
આત્માના શુદ્ધ ભાવથી,
રટવું હરિનું નામ રે,
ભાવના રામ નામ લેવાથી,
ભવસાગર પાર ઉતરાય રે.
